Billboard ad 1150*250

વાંકાનેરમાં પાણીનું ટેન્કર ભરવા મુદે પાંચ શખ્શોએ માર માર્યો

0 79
Post ad 1

        વાંકાનેરના સરતાન પર રોડ પર ખરાબાની ખાણમાં પાણીનું ટેન્કર ભરવા મામલે પાંચ શખ્શોએ બોલાચાલી કરી યુવાનને માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

Post ad 3

        વાંકાનેરના સરતાનપર રોડ પર રહેતા ચંદુભાઈ હનુભાઈ વિંજવાડિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીનું પાણીનું ટેન્કર સરતાનપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીકના ખરાબાની ખાણમાંથી ભરતા હોય ત્યાં જઈને આરોપીએ આં અમારી માલિકી છે તમે કેમ અહીંથી પાણી ભરો છો

કહીને આરોપી કિશન રાજાભાઈ રબારી, રમેશ રાજ્ભાઈ રબારી, જીવણભાઈ કમાભાઈ રબારી, મૈયાભાઈ રમેશભાઈ રબારી અને કાળુભાઈ રમેશભાઈ રબારી રહે બધા સરતાનપર તા. વાંકાનેર વાળાએ માથાકૂટ કરી ફરિયાદીને ગાળો આપી લાકડીના ઘા મારી ફેકચર જેવી ઈજા કરી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat