Billboard ad 1150*250

ફોર્ડની કારની સ્ટેબીલીટી, બેલેન્સીંગ ફીચરના પ્રેક્ટીકલ ડેમો માટે નાઈટ ડ્રાઈવ સફારી,video

0 122
Above Post Content

જય ગણેશ ફોર્ડ દ્વારા રોમાંચક ફોર્ડ નાઈટ ડ્રાઈવ સફારીનું આયોજન

        આજે કાર જીવનજરૂરી બની રહી છે અને હવે અપર મિડલ ક્લાસ પણ કારનો વપરાશ કરતા હોય છે ત્યારે વિવિધ કંપનીની કાર પણ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે ગ્રાહકોને કઈ કાર કંપની બેસ્ટ છે, કઈ કારના કેવા ફીચર છે અને કેવી રીતે મુસાફરી આરામદાયક બને તેમજ કારમાં સુરક્ષા માટે કેવા ફીચર્સ છે તેનું પ્રેક્ટીકલ ડેમો આપવા માટે મોરબી રાજકોટ હાઈવે પર ફોર્ડ નાઈટ ડ્રાઇવ સફારીનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું

        મોરબી રાજકોટ હાઇવે પર આવેલ મીતાણા નજીક ફોર્ડ નાઈટ ડ્રાઇવ સફારી બે દિવસ માટે યોજવામાં આવી હતી જેમાં ભારતનો સૌથી લાંબો ૫ કિલોમીટરનો ફોર્ડ કાર્ડ માટેનો ફોર્ડ દ્વારા પ્રમાણિત ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો ગીરના જંગલ, આફ્રિકાના જંગલ તેમજ દુબઈ ડેઝર્ટની સફારીને યાદ અપાવે તેવા ટ્રેક પર સાહસ અને રોમાંચથી ભરપુર રાઈડ યોજવામાં આવી હતી

Middle Post Content

        જે ફોર્ડ નાઈટ ડ્રાઈવ સફારીમાં ફોર્ડ કારની સ્ટેબીલીટી, મજબૂતી કેવી છે તે ફીચર્સ લોકોએ પ્રેક્ટીકલ રીતે નિહાળ્યા હતા અનેક કાર કંપનીઓ વિવિધ ફીચર્સ અને તેની કાર અન્ય કરતા ચડિયાતી છે તેવા દાવા કરતી હોય છે જોકે ફોર્ડ દ્વારા પ્રેક્ટીકલ ડેમો આપીને ગ્રાહકો ફોર્ડની કારને જાતે નિહાળવા અને ફીચર્સ સમજવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

        ખાડા ટેકરા, ઉબડખાબડ જમીન પર ફોર્ડની કાર કેવી રીતે કારના ચાલકને ડ્રાઈવિંગમાં ઉપયોગી થાય છે તેના વિવિધ ફીચર્સ કેવી રીતે આરામદાયક હોવા ઉપરાંત સુરક્ષાની ખાતરી આપે છે પથરાળ વિસ્તારમાં, ખાડાવાળા રસ્તા પર , ખેતરાળ જમીનમાં ફોર્ડની કાર તમામ અંતરાયોને પાર કરવામાં સક્ષમ છે તે નિહાળી લોકોએ અનેરા રોમાંચનો અનુભવ કર્યો હતો

જુઓ ફોર્ડ કંપનીના અધિકારીઓના ઈન્ટરવ્યું…….   

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat