Billboard ad 1150*250

સૌરાષ્ટ્ર-કચ્છને એઈમ્સ મળતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા પૂર્વ ધારાસભ્ય

0 124
Above Post Content


રાજકોટને એઈમ્સ આપવા માટે લાંબા સમયથી માંગ ચાલી રહી હતી જેને ગત સાંજના સુમારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતાની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.આ તકે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારનો આભાર માન્યો હતો.

Middle Post Content

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છને આધુનિક તબિબી સેવા, સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ અને રાજકોટને એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) આપવાની લાંબા સમયની માંગને સંતોષીને રાજકોટને એઈમ્સ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ ભા.જ.પ. અમિતભાઇ શાહ.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,  કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડડાજી, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રિયમંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છના લોકસભા તથા રાજ્યસભાના સર્વે માન. સાંસદઓ અને આ વિસ્તારમાં જે આગેવાનોએ આ ચળવળમાં સમર્થન કર્યું છે તે તમામ આગેવાનોનો પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ અંતઃકરણ પૂર્વક આભાર વ્યકત કર્યો હતો અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

સામાન્ય રીતે મેડિકલ બાબતોમાં અતિઆધુનિક સારવારથી ખૂબ જ વંચિત એવા સૌરાષ્ટ્ર કચ્છ માટે એઈમ્સ આશીર્વાદરૂપ બનશે.તેમજ અમદાવાદ, મુંબઇ, દિલ્હી બેંગલોર કે ચેન્નાઈની સમકક્ષ સારવાર અત્રે ઉપલબ્ધ થશે.સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માટે આ અત્યંત આનંદના સમાચાર છે. જેને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના રહેવાસીઓ ઉમંગથી આવકારે છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat