મોરબીના ઉમા ટાઉનશીપમાં લૂંટ પ્રકરણમાં ચારેય આરોપી જેલહવાલે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

        મોરબીના ઉમા ટાઉનશીપમાં ધોળે દિવસે મેનેજરને બંધક બનાવીને આઠ લાખની દિલધડક લૂંટને અંજામ આપી ફરાર થયેલા આરોપી પૈકી ચાર આરોપીને દબોચી લઈને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તમામ આરોપીને જેલહવાલે કરાયા છે   

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં થયેલી આઠ લાખની લૂંટ પ્રકરણમાં બી ડીવીઝન પોલીસે વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોષી અને નમરાજ ધનરાજ મેરસિંગ અને રમેશ ઉર્ફે પપ્પુ મોતીબહાદુર સાહી એમ ચાર નેપાળીને ઝડપી લઈને લૂંટ થયેલા આઠ લાખમાંથી ત્રણ લાખની રોકડ રકમ રીકવર કરવામાં સફળતા મળી હતી તેમજ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી બીરેન્દર માનબહાદુર માંઝી તથા રોશન પદમ સાહી રહે બંને મુંબઈવાળા આરોપી ફરાર થયા છે ત્યારે ઝડપાયેલા બંને આરોપી ને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા અને આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા ચારેય નેપાળી શખ્શોને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયા છે  

Comments
Loading...
WhatsApp chat