Billboard ad 1150*250

મોરબી-માળીયામાં ત્રણ વાહન અકસ્માતમાં ચારને ઈજા

0 105
Post ad 1

       મોરબી પંથકમાં વાહન અકસ્માતો સતત વધી રહ્યા છે જેમાં મોરબી અને માળિયા પંથકમાં વધુ ત્રણ અકસ્માતમાં ચારને ઈજા પહોંચી છે 

Post ad 2

        મોરબી નેશનલ હાઈવે પર હોન્ડા લઈને જતા સંજયભાઈ ઝાલાને પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જયારે બીજા બનાવમાં લીલાપર રોડ પરના રહેવાસી વિજયભાઈ ગિરજાશંકર જોશી મોટરસાયકલ પર દિલીપ ગુણવંતદાસ સાથે જતા હોય ત્યારે લીલાપર રવાપર રોડ પર ફોર વ્હીલ નં જીજે ૦૩ એચકે ૦૪૩૪ ના ચાલકે અકસ્માત સર્જતા બંનેને ઈજા થઇ છે જયારે અકસ્માત બાદ કારચાલક નાસી ગયાનું જણાવ્યું છે

તે ઉપરાંત માળિયાના અણીયારી ટોલનાકા નજીક સર્જાયેલા અકસ્માતમાં પંજાબના રહેવાસી ફૂલવિન્દરસિંગ કરનસિંગ (ઉ.વ.૫૬) વાળા પોતાનો ટ્રક નં જીજે ૧૪ ઝેડ ૩૦૦૭ લઇ જતા હોય અને માળિયા હળવદ હાઈવે પર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ગયો હતો જેમાં ટ્રક ચાલકને ઈજા પહોંચી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat