Billboard ad 1150*250

મોરબી પોલીસનું ગૌરવ વધારનાર ચાર પોલીસ કર્મચારીઓના સન્માન

0 288
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના મહિલા પોલીસ કર્મચારી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમજ બે પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રપતિ સમારોહની પરેડમાં ભાગ લઈને પોલીસનું ગૌરવ વધાર્યું હોય તે ઉપરાંત સફાઈ કર્મચારીની દીકરી લોક રક્ષકમાં ભરતી થતા તમામ ચાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા

Post ad 3

        મોરબીના મહિલા પોલીસ કર્મચારી ભૂમિકાબેન ભૂત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, મેરેથોન સહિતની સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકી ચુક્યા હોય અને મેડલ જીતીને પોલીસનું ગૌરવ વધાર્યું છે જયારે મોરબી પોલીસને ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ નામના પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસને નિશાન મળ્યું

તે સમારોહમાં સામેલ થઈને પરેડમાં જોડાયા હતા જયારે મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીની દીકરી સોનલબેન સાગઠીયા લોક રક્ષકમાં ભરતી થતા ચારેય પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા સન્માન કરાયું હતું અને તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat