Billboard ad 1150*250

નવયુગ સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓ યુનીવર્સીટી ટોપ ૧૦ માં

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બીએસસી સેમ ૨ માં પણ ઉત્કૃષ્ટ દેખાવ

Post ad 2

        સતત ત્રીજી વખત મોરબી જીલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ટોપ ૧૦ માં નવયુગ સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો છે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા બીએસસી સેમ ૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નવયુગ સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓનો સતત ત્રીજીવાર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ટોપ ૧૦ માં સમાવેશ થયો છે

નવયુગ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની જોષી હેતીશાએ ૮૭.૦૯ ટકા મેળવીને સૌરાષ્ટ્ર યુની. માં ચોથો ક્રમાંક, મોરબી જીલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે ભાડજા દિપાલીએ ૮૬.૮૫ ટકા મેળવીને યુની.માં છઠ્ઠો ક્રમાંક અને જીલ્લામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે તેમજ ધરોડીયા સપના અને મારવાણીયા સ્વીટીએ ૮૬ ટકા સાથે યુનીવર્સીટીમાં સાતમાં ક્રમાંક મેળવ્યા છે

        સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં બીએસસી સેમ ૨ નું પરિણામ માત્ર ૪૮.૯૭ ટકા આવેલ છે ત્યારે નવયુગ સાયન્સ કોલેજનું ઓવરઓલ પરિણામ ૯૫ ટકા જેટલું પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જીલ્લામાં અગ્રેસર રહેલ છે જેમાં નવયુગ સાયન્સ કોલેજના કુલ ૧૦ વિદ્યાર્થીનીઓએ ૮૦ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉતીર્ણ થયેલ છે તથા કુલ ૫૧ વિદ્યાર્થીનીઓએ ૭૦ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉતીર્ણ થયેલ છે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ટોપ ૧૦ માં સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ ૭૦ ટકાથી વધુ ગુણ સાથે ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીનીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા તેમજ નવયુગ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ વરૂણભાઈ ભિલા દ્વારા અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat