માળીયાના બોડકી ગામે અવારનવાર વીજકાપ, વીજધાંધિયાથી લોકો પરેશાન

માળીયાના બોડકી ગામે છેલ્લા દસ દિવસથી વીજ ધાંધિયાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દિવસમાં અવારનવાર વીજકાપ મુકવામાં આવે છે એટલું જ નહિ રાત્રીના ૧૧ વાગ્યાથી એક વાગ્યા તેમજ બે બે વાગ્યા સુધી લાઈટ ચાલી જતી હોય છે જેથી ગ્રામજનો રાત્રીના ઊંઘ પણ કરી સકતા નથી થોડા વરસાદમાં પાવર કટ થઇ જતું હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવે તો ટેકનીકલ ફોલ્ટ હોવાના ગાણા ગવાય છે પરંતુ છેલ્લા ૧૦ દિવસથી વીજકાપની સ્થિતિ સર્જાઈ છે તો ૧૦ દિવસમાં કેમ ફોલ્ટ રીપેર થઇ શક્યો નતી તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat