Billboard ad 1150*250

મોરબીના પીપળી ગામના યુવાને ગજાનંદ પાર્કને બનાવ્યું સુવિધાસભર

0 109
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સીસીટીવી કેમેરાથી સુરક્ષિત, ૨૪ કલાક હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ 

Post ad 2

        મોરબીના સિરામિક ઝોનમાં વસેલા પીપળી ગામના યુવાને પીપળીના ગજાનંદ પાર્કને હરિયાળું અને રણીયામણું બનાવવાનું બીડું ઝડપ્યું હતું અને યુવાનના અથાગ પ્રયત્નોને પગલે આજે ગજાનંદ પાર્ક વિસ્તારમાં વિકસિત શહેર જેવી સુવિધાઓ અને સુરક્ષાથી સુસજ્જ કરવામાં આવ્યું છે

સમાજ સેવક તરીકે વિસ્તારમાં જાણીતા યુવાન જયદેવસીનંહ જાડેજાએ પીપળી નજીકના ગજાનંદ પાર્કને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા તેમજ સુરક્ષા તેમજ સ્વચ્છતા નો અનેરો સંગમ કેળવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા જે મહેનતના પરિણામે આજે ગજાનંદ પાર્ક સુવિધાઓથી સંપન્ન જોવા મળે છે જેમાં સંપૂર્ણ ગજાનંદ પાર્કને cctv કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. અને એ ગજાનંદ પાર્કમાં રહેતા કોઈ પણ લોકોને કોઈપણ સમસ્યા હોય તો ચોવીસ કલાક હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે તે ઉપરાંત પાણી અને એલીડી લાઇટની પણ સુવિધા આપવામાં આવી છે આટલેથી ના અટકતા ગજાનંદ પાર્કમાં હમેશા સ્વછતા અભિયાન ચાલુ રાખવામાં આવે છે.

જેથી આ પાર્કની સ્વચ્છતા સૌ કોઈને આકર્ષે છે તો વળી ગજાનંદ પાર્કમાં કોઈપણ સમસ્યા હોય તો જયદેવસિંહ જાડેજા  અને તેની ટીમ સતત કાર્યરત રહે છે. આમ એક યુવાન ધારે તો શું કરી સકે તેનું ઉત્તમ ઉદાહરણ સેવાભાવી યુવાને પૂરું પાડ્યું છે અને પોતાના ગામ અને શહેરની સમસ્યાનો ઉકેલ એકબીજાના સાથ સહકારથી લાવી સકાય છે તે પણ યુવાને સિદ્ધ કરી બતાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat