Billboard ad 1150*250

ગેસના ધાંધિયા : ગુજરાત ગેસ તરફથી કરાર આધારિત સિરામીક એકમોને આખરે રાહત મળી !

0 84
Above Post Content

ગેસના ધાંધિયા ચાલે છે ત્યારે ગેસ કંપની તરફથી રાહત

        મોરબીના સિરામિક એકમોમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે જોકે છેલ્લા પાંચ દિવસથી વધુ સમયથી પ્રેશર ડ્રોપ સમસ્યાથી ઉત્પાદન ઠપ્પ બન્યું છે અને ગેસ કંપની પ્રત્યે ઉદ્યોગકારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગેસ કંપની દ્વારા સિરામિક ફેકટરીઓને રાહત આપવામાં આવી છે

Middle Post Content

        ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક એસોના પ્રમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત ગેસ તરફથી હાલની પરિસ્થિતિને અનુલક્ષીને MGO કરારમાં રાહત આપશે સિરામિક એકમોમાં વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ગુજરાત ગેસ પૂરતા પ્રમાણમાં સહકાર આપવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે તેમજ ગુજરાત ગેસ મોરબીના સિરામિક એકમોને MGO માં એપ્રિલ મહિનામાં રાહત આપશે જેમાં જે એકમોને પૂરતા પ્રમાણમાં પ્રેશર નથી મળતું અને જે એકમો એ તેની જાણ ગુજરાત ગેસને કરેલ છે/કરશે, જે એકમો એપ્રિલ મહિનામાં શટડાઉન લેવા માંગે છે તેની જાણ ગુજરાત ગેસને કરવાની રહેશે અને ગુજરાત ગેસ તે એકમોના વાળવ બંધ કરશે જે એકમો હાલમાં MGO કરારમાં છે તેમના ગેસ વાલ્વ બંધ છે તેમને અને જે એકમો હાલમાં MGO માં છે પરંતુ MGO કરાર પ્રમાણે ગેસ વાપરવા ના માંગતા હોય તેને રાહત મળશે

        ગુજરાત ગેસ દ્વારા મોરબી વિસ્તારના સિરામિક એકમોને ભૂતકાળમાં પણ સતત અને અવિરત ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે અને હાલમાં પણ વપરાશ સતત બમણો થઈને વધી રહેલ છે છતાં ગુજરાત ગેસ લીમીટેડ તેના ગ્રાહકોને સતત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે પ્રયત્નશીલ છે અને ગુજરાત ગેસ ટૂંક સમયમાં સિરામિક એકમોની હાલની મુશ્કેલીનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે તેમ પણ ગુજરાત ગેસ કંપનીના ચીફ એકઝીકયુંટીવ નીતિન પાટીલે એસોને લખેલા પત્રમાં જણાવ્યું છે તો તે ઉપરાંત નવી લાઈનો નાખવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે જેથી એપ્રિલ માસના અંત સુધીમાં પ્રશ્નનો ઉકેલ આવી જાય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat