Billboard ad 1150*250

મોરબીમાં ગૌસેવક પરિવાર દ્વારા નિશુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પ યોજાશે

0 53
Above Post Content

શ્રીજી ગૌશાળા – રાજકોટ દ્રારા પ્રેરીત તેમજ મોરબીમાં ગૌસેવક પરીવારના સૌજન્યથી તા. ૧૭ ને રવિવારના રોજ ” નિઃશુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પ” વિશાલ હોલ, રાજા આયુ કેસ પાસે શનાળા રોડ મોરબી ખાતે યોજાશે

આજનાં જેટ યુગમાં અનિયમિત શૈલી -વિરૂધ્ધ અને રાસાયણીક આહારો સાથે પર્યાવરણ (હવા – પાણી) ની દુષીતતાને લઈને આપણે નાનીજ ઉમરમાં જટીલ રોગોથી ગ્રસ્ત થઈ રહ્યા છે 30 વર્ષની યુવાન વયે – કેન્સર ,કિડની કે હાર્ટ એટેક જેવી બીમારીઓ સર્વ સામાન્ય છે. વળી ડાયાબીટીશ , બ્લડ પ્રેશર,વાં અને ચામડીનાં રોગો – લીવર કે આંતરડાનાં રોગોથી અનેક લોકો પીડાઈ રહ્યા છે.

Middle Post Content

ત્યારે ગૌમૂત્ર ચિકીત્સાના પ્રચાર/પ્રસાર રૂપે રાજકોટની “શ્રીજી ગૌશાળા” સૌરાષ્ટ નાં પાચ શહેરોમાં ” શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા” ની શ્રેણી દ્રારા નિઃશૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા આપી જટીલ રોગોમાં ગૌમાતાના આરોગ્ય વરદાન સાથે પ્રાણ લેતા બીમારીમાં જીવનદાન જેવું પૂણ્ય કાર્ય કરી રહી છે. સંસ્થાએ 20 વર્ષમાં 7 લાખથી વધુ દર્દીઓને આરોગ્ય લાભ આપ્યો છે.

જે ચમત્કારીક ગૌમૂત્ર ચિકિત્સા નો એક કેમ્પ મોરબી ખાતે  આગામી તા. ૧૭ ને રવીવાર નાં રોજ સવારે  ૯ વાગ્યાથી યોજાશે જેમા રાજકોટની “શ્રીજી ગૌશાળા” ગૌમૂત્ર ચિકિત્સકો ઉપસ્થીત રહી દર્દીઓને ચિકિત્સા નિદાન સાથે દવાઓ નિઃશૂલ્ક આપશે. કેમ્પમાં નામ નોંધાવવા માટે નરેશભાઈ રાજા – 94272 36248 અને મિલન રાજા – 90339 86514 તેમજ ઉદયભાઈ રાજા – 99259 31987 નો સંપર્ક કરવા જણાવ્યું છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat