Billboard ad 1150*250

જાયન્ટ્સ સહેલી ગાંધીધામ દ્વારા “માતૃ દિવસ” ની અનોખી ઉજવણી..

0 47
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તા.12મી મેના રોજ સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.તો આ સંદર્ભે કચ્છના જાયંટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ સહેલી ની મહિલાઓ દ્વારા આ દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો .આ દિવસે ખાસ કરીને કચ્છની માતાઓ માટે પ્રભુદર્શનમાં ડાન્સની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સમગ્ર કચ્છમાંથી અલગ અલગ 30 જેટલી માતાઓએ ભાગ લીધો હતો.

Middle Post Content

આ સ્પર્ધામાં ઉપસ્થિત ભુજથી આમંત્રિત એવા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના મહેમાન જેવા કે મીનાબેન વાઘમશી,શોભનાબેન વ્યાસ, નિરંજનાબેન ભરતવાળા હાજર રહ્યા હતા.ઉપરાંત ગ્રુપના સ્પોન્સર ડિમ્પલબેન આચાર્ય ઓસ્લો ગ્રુપના પ્રમુખ પારૂલબેન સોની, દીપા મહેતા,ગીતું ગણાત્રા,ધાત્રી ઠક્કર,કવિતા ઠક્કર,ડો. કાજલ ઠક્કર,મનીષા ગોયેલ વિગેરે હાજરી આપી હતી.આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.જેમાં કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીવ્યાબા જાડેજા,કાઉન્સિલર ગીતાબેન ગણાત્રા,કૈલાસબેન ભટ્ટ ,ભાવના રૂપારેલ, પ્રેમલતાબેન સોરઠીયા,આશા ગુલરાજાની,સુજાતા પ્રધાન, જાગૃતિ ઠક્કર,દીપા વજીરાની, હેતલ ઠક્કર,નેહા વોરા વિગેરે દ્વારા હાજરી અપાઇ હતી.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એડવોકેટ મમતા આહુજા, વૈશાલી શાહ,આશિષા ભાનુશાલી,દિવ્યાની ગોસ્વામી, એકતા રાયતી દ્વારા હાજરી આપવામાં આવી હતી.

સ્પર્ધામાં એડવોકેટ મમતા આહુજા, સીટી હોસ્પિટલ,લાજવાબ,હિના પ્લોટ એન ઇન્ફ્રા,સપ્તક ઇવેન્ટ,ખાવડા સુપર માર્ટ,જાનવી બ્યુટી પાર્લર, જસ્ટ બ્લાઉઝ,આર.ડિઝાઇન્સ,કે.ડી મોડલ,VMS,ડી.જે. ઓન વ્હીલ કચ્છ રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સ, રેશમાં લાલવાણી,સુનીતા હીરાનંદાની,આશા ઠક્કર,જયશ્રી ધોન્ડે વિગેરે દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.સ્પર્ધાના અંતમાં ગ્રુપના પ્રમુખ શ્રીમતી અસ્મિતા નિકુંજ બલદાણીયા દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનો સ્પોન્સર અને મહિલા દર્શકનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં મહિલાઓ માટેના આવા આયોજન થાય એવી તૈયારી દર્શાવી હતી.આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર કાજલ નિમાવત દ્વારા ખાસ યોગદાન આપવામાં આવ્યું હતું .સ્પર્ધાનું સંચાલન મમતા વિધાની દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં અનુકમે (25+ solo) પાયલ ક્રિષ્નાની, સોનિયા ત્રેવાડીયા,જયશ્રી મજેઠીયા વિજેતા રહ્યા હતા, duet માં જયશ્રી ઠક્કર, આશા ઠક્કર, રિંકી નાનકાણી ઉપરાંત (45 + solo) પ્રિયા બૉન્ડે,મમતા વિધાની ,લિના શર્મા,રેમ્પ વૉકમાં ડો.કાજલ નિમાવત હેમલ આહીર,મમતા વિધાણી વિજેતા થયા હતા.આયોજનમાં શહેનાઝ શેખ ,કસવી નાવાણી અને ગાયત્રી અને ગ્રુપ દ્વારા ખાસ પ્રકારની કૃતિ રજૂ કરવામાં આવી હતી..

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat