Billboard ad 1150*250

ગૂડ મોર્નિંગ વિથ રવિ ડાંગર : કવિ જલન માતરીની ગઝલને માણો..

0 59
Above Post Content

આજે ઈશ્વરને બધા શોધે છે પણ અે શ્રદ્ધાથી મળે છે ! આવો આ સવારે સાંભળો કવિ જલન માતરીની સરસ મજાની ગઝલ મોરબીનાં યુવાકવિ રવિ ડાંગરના અવાજમાં.

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

Middle Post Content

હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

              – જલન માતરી
Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat