Billboard ad 1150*250

ગૂડ મોર્નિંગ વિથ રવિ ડાંગર : કવિશ્રી કૃષ્ણ દવેની લાજવાબ રચના “બસ”

0 94
Post ad 1

આપણે નાના હતા ત્યારે વેકેશનની હરખભેર રાહ જોતા અને તેવી જ રીતે આજે દરેક વિદ્યાર્થી વેકેશનની રાહ જુએ છે ! આ સવારે “ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર”માં સાંભળો કવિશ્રી કૃષ્ણ દવેની લાજવાબ રચના “બસ”

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?

રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને આવજો, આવજોથી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?

બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?

Post ad 2

હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,

તમે ક્યારેય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat