
શ્રી જોગેશ્વર મહાદેવ મંદિર જોગ આશ્રમ લજાઈ ખાતે તા. ૦૯ માર્ચથી તા. ૧૧ માર્ચ સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી જોગઆશ્રમ નવનિર્માણ સમિતિ લજાઈ દ્વારા તા. ૦૯ માર્ચથી તા. ૧૧ માર્ચ સુધી શ્રી જોગેશ્વર મહાદેવ મંદિર, જોગ આશ્રમ લજાઈ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવનાર છે જેમાં પ્રથમ દિવસે તા. ૦૯ માર્ચના રોજ સવારે ગણપતિ પૂજન, જલયાત્રા અને સ્થાપિત દેવના હોમ, તા. ૧૦ માર્ચના સ્થાપિત દેવનું પૂજન, પ્રસાદ વસ્તુ, બપોરે મહાદેવની મહાપૂજા અને કુટીર હોમ અને સાંજે શોભાયાત્રા યોજાશે જયારે ઉજવણીના ત્રીજા દિવસે તા. ૧૧ માર્ચના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા અને પુર્ણાહુતી કાર્યક્રમ યોજાશે
જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્યપદે પ્રદીપભાઈ ઉપાધ્યાય, કપિલભાઈ મહેતા અને મુકેશભાઈ પંડ્યા બિરાજશે મહોત્સવમાં શ્રી ખોખરા હનુમાનજી મંદિરના પ.પુ. મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, અણદા જોગ આશ્રમના જસમત ભગત અને લજાઈ જોગ ધ્યાન આશ્રમના સાધ્વી રંજનરામ માતાજી પધારશે



