Billboard ad 1150*250

હળવદમાં જુગાર રમતા બે મહિલા સહીત ૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા ૫૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ પી.આઈ એમ. આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસની ટીમ ધનેશા મુમાભાઈ રબારી,યોગેશદાન ગઢવી, કિરીટભાઈ જાદવ,બીપીનભાઈ પરમાર સહિતનાઓ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમીના આધારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પાવર હાઉસ ની બાજુમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં જુગાર રમી રહેલા ગોપાલભાઈ પોપટભાઈ વિછણીયા, જેન્તીભાઈ ચતુરભાઈ મકવાણા, બટુકભાઈ બાબુભાઈ કાંકરેચા, રાજુભાઈ જેરામભાઈ અખીયાણી, કાળુભાઈ કેશાભાઈ દેથરીયા, ગીતાબેન વિનુભાઈ સોલંકી, જોસનાબેન ઘનશ્યામભાઈ ગેદાણી, સહદેવભાઈ ભુપતભાઈ અઘારા વાળાને રોકડ રકમ ૧૧૨૫૦ તથા ૨ મોટર સાઈક્લ કીમત રૂ.૪૦,૦૦૦ સહીત કુલ મુદામાલ ૫૧૨૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat