Billboard ad 1150*250

હળવદ : જવેલર્સ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ઉઠાવી ગઠીયા રફુચક્કર

0 137
Post ad 1

         હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા  સાવ કથળેલી સ્થિતિ માં જોવા મળે છે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેઓ ધાટ જોવા મળે છે ત્યારે હળવદ પંથકમાં પોલીસની ધાક નો વધુ એક નમૂનો આજે હળવદ મેન બજાર માં જય જ્વેલર્સ નામની દુકાનમાંથી સવારના 10 થી 11 વાગ્યાની આજુબાજુ એ દુકાનમાંથી બે થેલા લઈને ફરાર થઈ જતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Post ad 2

આ બાબતે જય જવેલસૅ ના ભરતભાઈ સોની જણાવ્યું હતું કે સવારે 10 થી 11 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરેથી બે થેલા સોના ચાંદીના  જુદા  જુદા દાગીના ચેન બુટી, માછલી, ઝાંઝરા, નજરીયા, સોનાના ઓમ, વગેરે જેની  અદાજીત કિંમત ૭૦ હજાર અને બાર હજાર રોકડા બે થેલા હતા જે દુકાનમાં મૂકીને દુકાન બંધ કરી સામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા કોઈ અજાણ્યો ગઠીયો દુકાન ખોલીને ભરબજારે બે થેલા લઇ ને રફુચક્કર થઈ ગયો હતો મંદિરેથી આવીને જતો મુકેલા થેલા ગુમ જણાતા થતાં પોલીસને જાણ કરી હતી મુખ્ય બજારમાંથી ધોળા દિવસે ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

કાયદો વ્યવસ્થા કથરેલ હાલતમા છે વેપારીઓ જણાવી રહ્યા છે શું ધોળઆ દિવસે ચોરી કરનારને પકડીને હળવદ પોલીસ પોતાની આબરૂ બચાવી શકશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આવા તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે,ધોડા છુટી ગયા બાદ તબેલે તાળા મારાવા જેવો ઘાટ સજાયો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat