હળવદ : જુના ઇશનપુરનો યુવા ખેડૂત નર્મદા કેનાલમાં ખાબક્યો, રેક્સ્યું ઓપરેશન ચાલુ…

 

હળવદના જુના ઇશનપુર ગામનો યુવાન આજે કેનાલમાં સાંજના સમયે અકસ્માતે પડી ગયા બાદ કેનાલમાં તણાયો હતો અને ઘટનાની જાણ થતા તરવૈયાઓની ટીમ દ્વારા યુવાનની શોધખોળ ચાલી રહી છે

        બનાવની મળતી માહિતી મુજબ હળવદના જુના ઇશનપુર ગામના મુકેશ ધનાભાઇ મકવાણા (ઉ.વ.૨૮) નામના યુવાન ખેડૂત સાંજના સમયે નર્મદા કેનાલ નજીક પાઈપલાઈન મશીન ફીટ કરી રહ્યો હોય ત્યારે પગ લપસતા તે કેનાલમાં ખાબક્યો હતો જે બનાવની જાણ થતા મામલતદાર વી કે સોલંકીએ તાકીદે તરવૈયાઓની ટીમ રવાના કરી હતી જે ટીમ બે કલાક જેટલા સમયથી યુવાનની શોધખોળ ચલાવી રહી છે જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં યુવાનનો કોઈ પતો લાગ્યો નથી

        તો નર્મદા કેનાલમાં હાલ પાણીનો જથ્થો પુષ્કળ હોય જેથી યુવાન તણાઈને દુર સુધી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ અંધકાર છવાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં પણ ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે યુવાન ખેડૂત કેનાલમાં ડૂબ્યાના સમાચારથી પરિવાર તેમજ ગ્રામજનો ચિંતિત છે અને કેનાલ પર મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતા  

Comments
Loading...
WhatsApp chat