Billboard ad 1150*250

હળવદ : ધ્રાંગધ્રા બાયપાસ રોડ પરથી બાઈકમાં દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો

0 105
Post ad 1

દારૂનો જથ્થો, મોટરસાયકલ અને મોબાઈલ જપ્ત

Post ad 2

        હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમને સફળતા મળી છે અને બાઈકમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી લઈને દારૂ અને મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધ્રાંગધ્રા બાયપાસ રોડ પરથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૩ એજી ૦૦૧૨ ને આંતરી તલાસી લેતા વિવિધ બ્રાંડની ૧૮ વિદેશી દારૂની બોટલ કીમત રૂ ૭૮૨૫ નો મુદામાલ મળી આવતા પોલીસે ૨૦ હજારનું મોટરસાયકલ, દારૂનો જથ્થો અને મોબાઈલ સહીત કુલ ૩૨,૮૨૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોલ્પી રવિરાજસિંહ રામવિજયસિંહ ઝાલા (ઉ.વ.૨૭) રહે ઘાટ દરવાજો, દેપાલાનો ચોરો, ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat