Billboard ad 1150*250

હળવદ શહેર યુવા ભાજપ દ્વારા દિગ્વિજય દિન નિમિતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

0 27
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

હળવદ શહેર યુવા ભાજપ દ્વારા ૧૧ સપ્ટેમ્બર – દિગ્વિજય દિન નિમિત્તે પૂજ્ય સ્વામી વિવેકાનંદજી મહારાજ ની પ્રતિમા ને હારતોલા કરી અને હાજર સૌએ સ્વામીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી… ૧૧ સપ્ટેમ્બર 1893 ના દિવસે શિકાગો ખાતે ધર્મસભા નું આયોજન થયું હોય જેમાં ભારત દેશ નું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદજી એ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદજી એ વિશ્વ ને ભારતીય જીવન દર્શન નો પરિચય કરાવ્યો હતો અને સ્વામીજી એ ઐતિહાસિક વક્તવ્ય આપ્યું હતું અને ભારત દેશ નો ડંકો દુનિયા માં વગાળ્યો હતો

આ ઐતિહાસિક દિવસ ને દિગ્વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે તે અનુસંધાને હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદ ના સરા નાકા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાશજી મહારાજ , તા.પં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા , અજયભાઈ રાવલ , દાદભાઈ ડાંગર , રવજીભાઈ દલવાડી સંદીપભાઈ પટેલ , રમેશભાઈ ભગત , સતીસભાઈ પટેલ , બીપીનભાઈ પરીખ , બળદેવભાઈ દલવાડી , હરેશભાઇ પરમાર સહિત આગેવાનો અને નગરજનો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ના કાર્યકર્તા ઓએ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે , અશોકભાઈ પ્રજાપતિ , મેહુલભાઈ પટેલ , વિકિભાઈ ઠાકોર , મહાવીર ઠાકર સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
Share This
WhatsApp chat