Billboard ad 1150*250

હળવદ : સીએમ વિજય રુપાણીએ કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો, video

0 59
Above Post Content

લોકસભા ચુંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ગુજરાતમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ છે ત્યારે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે આજે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સભાને સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસને આડેહાથ લેતા મહાગઠબંધનમાંથી પીએમ પદના ઉમેદવાર કોણ છે તે જાહેર કરવાની ચેલેન્જ આપી હતી

Middle Post Content

તો સાથે જ સામ પિત્રોડા અને નવજોતસિંહ સીધ્ધુ પાકિસ્તાન તરફી નિવેદન કરી પાકિસ્તાનની દલાલી કરતા હોવાના પ્રહારો કર્યા હતા આજે ભાજપના મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો સ્ટેજ પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ધારાસભ્ય પરષોતમ સાબરીયા પણ જોવા મળ્યા હતા અને પક્ષ પલટો કરનારને પેટા ચુંટણીમાં ટીકીટ મળતા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં અંદરખાને રોષ પણ જોવા મળ્યો હતો

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat