Billboard ad 1150*250

હળવદ : નગરપાલિકામાં એલઇડીના કોન્ટ્રાકટમાં મળતિયાઓને લાભ ખટાવવાનો કારસો ?

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નગરપાલિકાના સદસ્યએ રાજકોટ ઝોન કમિશ્નરને રજૂઆત કરી

Post ad 2
Post ad 3

        હળવદ નગરપાલિકામાં એલઇડીના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોય જેમાં મળતિયાઓને લાભ ખટાવવા માટે કારસો રચીને ગેરકાયદેસર ઠરાવ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે

        હળવદ નગરપાલિકાના ભાજપના સદસ્ય અશ્વિનભાઈ કણઝરીયાએ રાજકોટ ઝોન કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદ નગરપાલિકા દ્વારા લાઈટ એલઇડી તથા માલ સામાન ટેન્ડર પાડવામાં આવેલ જેમાં કુલ સાત આસામીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે આ ટેન્ડરમાં કારોબારી ચેરમેન દ્વારા અનઅધિકૃત રીતે કારોબારી ચેરમેન દ્વારા ઠરાવ નંબર ૭ (સાત) થી ગોલ્ડન કંપનીને ટેન્ડર આપવા માટે ગેરકાયદેસર ઠરાવ કરેલ છે અને ગોલ્ડન કંપની દ્વારા એના ટેન્ડરમાં લખ્યા મુજબ ટેન્ડરમાં જીએસટી અલગથી લેવામાં આવશે ટેન્ડરમાં દશ આઈટમના ભાવ પણ લખવામાં આવેલ છે અને લાઈટના ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવેલ છે કે આ સિવાયના છ ટેન્ડર શા માટે રદ નો કરવા આવો ઉલ્લેખ કરેલ છે અને લેટર પેડની નકલ પણ સામેલ છે અને અગાઉ કારોબારીમાં નેગોસેસ કરવા માટેની ચર્ચા થયેલ છતાં કોઈ આસામીને લેખિત જાણ કરી નેગોસેસન કરવામાં આવેલ નથી

        તો આ બાબતે કોઈના પણ અંગત સ્વાર્થ માટે નગરપાલિકાના હિતને નુકશાન કરી સકાય નહિ જેથી યોગ્ય તાત્કાલિક તપાસ કરાવીને નગરપાલિકાના હિતમાં સચોટ નિર્ણય કરવા માંગ કરી છે બે કંપની દ્વારા વાંધા અરજી આવેલ છે અને જે ઠરાવ કરેલ છે તેમાં ગોલ્ડન કંપની એલ-3 ઉપર આવેલ છે તો અમુક લોકોના મળતિયાવને કોન્ટ્રાકટ આપવા માટે કારોબારી ચેરમેન તથા લાઈટના ચેરમેન દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી તથા આવેલ સાત ટેન્ડરમાંથી પીએમસી દ્વારા જે એજન્સી ફિક્સ થતી હોય તે સત્ય નિર્ણય કરવા આપ સાહેબને રેકોર્ડ પણ સાથે મોકલવામાં આવેલ છે

        કારોબારી ચેરમેન તથા લાઈટ શાખાના ચેરમેન દ્વારા લાઈટના જે ટેન્ડર સાત આવેલ છે તેમાં જે કંપનીનું નીચું ભાવનું ટેન્ડર છે તે પાસ કરવાને બદલે બીજી કંપનીનું ઊંચા ભાવનું ટેન્ડર મંજુર કરવાનો ઠરાવ કરેલ છે જેથી યોગ્ય તપાસ કરી ન્યાય માટે માંગ કરી છે નહીતર નાછૂટકે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી પડશે તેમ પણ જણાવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat