હળવદ : નાઈટ કિકેટ ટુર્નામેન્ટમાં હળવદ પોલીસનો ૧૭ રને મોરબી પોલીસ સામે પરાજય

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હાલમાં ક્રિકેટનો ફીવર જબરો જોવા મળે છે ત્યારે હળવદ પોલીસ પણ આમાથી બાકત રહી નથી ,હમેશા નોકરી માં વ્યસ્ત રહેતી પોલીસ HPL2 હળવદ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ પોલીસ , મોરબી પોલીસે ભાગ લઈને આનંદની મજા ઉઠાવી હતી

હળવદ રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં સોમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે હળવદ નગરપાલિકા,મીડીયાપાટૅનર,વેપારીઓ ના સહયોગથી ભવ્ય નાઈટ ટેનિસ કિકેટ ટુનામેન્ટ નુ આયોજન કરાયુ છે. આ ટુર્નામેન્ટમાં હળવદ પોલીસ v/sમોરબી પોલીસ નો મેચ યોજાયો હતો જેમાં મોરબી પોલીસે 12 ઓવર માં 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં હળવદ પોલીસે 12ઓવરમાં 120 રન બનાવ્યા હતા 17 અને હળવદ પોલીસ નો પરાજય થયો હતો. જયારે બીજા રાઉન્ડમાં ક્રિષ્ન ઈલેવન હળવદ એ જોરદાર મેચ જમાવ્યો હતો
મોટી સંખ્યામાં કિકેટ રસિકો મેચ જોવા ઉમટી પડયા હતા, હળવદ પી આઈ એમ,આર,સોલંકી,પી એસ આઈ મૂળિયા,પી એસ આઈ ધનેશા સહીતનો સ્ટાફ ઉપસ્તિથ રહયા હતા, આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો છે ટૂર્નામેન્ટમાં આકર્ષણ લાઇટિંગ લાઈવ કોમેન્ટ્રી પ્લેયર માટે પેવ્લીયન,જેવી સુવિધાઓ ખેલાડીઓને આપવામાં આવે છે આ ટુર્નામેન્ટ લાઈવ facebook live youtube મોબાઇલ સ્ક્રોર, તેમજ લાઈવ રનિંગ કોમેન્ટરી સહિતની લાઇવ સ્કોર ડિસ્પ્લે કરવામાં આવી છે ઝાલાવાડમાં એચપીએલ-૨ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ સાથે ધુમ મચાવી રહી છે, સમગ્ર ટુનામેન્ટને સફળ બનાવવા સમસ્ત હળવદ યુવા ગ્રુપ ભારે જહેમત ઉઠાવી રહયુ છે,

Comments
Loading...
WhatsApp chat