હળવદ : સાબુના પૈસા માગવા ગયેલ વેપારીને છ શખ્સોએ ધમકી આપી

હળવદમાં સાબુના પૈસા માગવા ગયેલ વેપારી પર છ શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

હળવદના વસંત પાર્ક એસ.બી.આઈ. બેંક પાછળ રહેતા કાન્તિલાલ કરશનભાઈ પટેલને આરોપી હિમાંતભાઈ ખેતાભાઇ મલ, સુરેશ સદીયો અને સંજય સુરેશ પાસેથી સાબુના લેવાના પૈસા તેના ઘરે માગવા ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી હિમત, સુરેશ અને સંજયે કાન્તિલાલની દુકાન પાસે જઈને ગાળો આપી જાનથી મારી નાખવી ધમકી અપાઈ તથા નવધણ (નોડી), શ્રવણ અને દામજીએ ફરીની દુકાન પાછળથી આવીને પૈસાની ઉધરાણી બાબતે ગાળો આપી ધમકી આપી કાન્તિલાલના ફોન પર ગાળો આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

Comments
Loading...
WhatsApp chat