હળવદ : બ્રાહ્મણી ડેમમાં ગરક વૃદ્ધનો ત્રણ દિવસ બાદ મૃતદેહ હાથ લાગ્યો

એનડીઆરએફ ટીમની ગુરુવારથી મથામણ બાદ આખરે સફળતા  

        હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના બ્રાહ્મણી ૨ ડેમ પુલ પર તારીખ 12 ના રોજ બપોરના 1 વાગ્યાની આજુબાજુ એ ચરાડવા ગામના રહેવાસી જેરામભાઈ રવજીભાઈ ચૌહાણે ઝંપલાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતા શોધખોળ કરવામાં આવી હતી જોકે વૃદ્ધનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જીલ્લા અધિક કલેકટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રીના ટીમ આવી પહોંચી હતી

        અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી હતી સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારીયા, જેરામભાઈ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે NDRF ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર, સબ ઇન્સ્પેકટર પવનકુમાર શુક્લ, એસઆઈ ઈન્જીનીયર ધરમપાલ, તેમજ હવાલદાર સંજયકુમાર અને પરમાર ભીમસિંહ ૩૩ જણાનો સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવીયુ અને શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળેવા ભારે મુશ્કેલી પડી હતી અને એનડીઆરએફ ટીમની ભારે જહેમત ઉઠાવી હતી,

        જોકે ઘટનાને ૭૨ કલાકથી વધુ (3)દીવસ  વીતી ગયો હોવાથી ભારે મુસીબતમાં નો સામન નો કરવો પડીયો હતો ભારે જહેમત બાદ મુતદહે ને  શુકવાર બપોરે મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે અને મૃતદેહ પરિવારને આપવામાં આવ્યો હતો એનડીઆરએફ ટીમ ની બે દીવસ ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો છે  

Comments
Loading...
WhatsApp chat