Billboard ad 1150*250

હળવદ : ચરાડવા‌માં ‌કોરોના પોઝિટિવ કેસના પગલે બપોરે ૨ સુધી જ બજાર ચાલુ રાખવાનો નિર્ણય

0 411
Post ad 1

હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ ઉપર ૫૪ વર્ષના પુરૂષને કોરોના પોઝિટિવ આવતા ગ્રામ પંચાયત દ્વારા ચરાડવા ગામ સવારે ૭ થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે બપોરે બે વાગ્યા પછી તમામ દુકાનો  બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ શાકભાજીના વેપારીઓએ શાક માર્કેટ બંધ રાખવાનો  નિર્ણય કર્યો છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ પર દેવીપુજક વાસમાં ૫૪ વર્ષના કનુભાઈ ભાણાભાઈ હળવદીયાને બુધવારે કોરોના પોઝિટિવ કેસ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચરાડવા  ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને અટકાવવા અને વધુ કોરોના કેસ ના થાય તેવા હેતુસર  ચરાડવા ગામના વેપાર ધંધા  દુકાનનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Post ad 3

તેમજ  ચરાડવા ગામે શાકભાજીના વેપારીઓ શાક માર્કેટ બંધ રાખીને શાકભાજી નહી વેચવાનો નિર્ણય લીધો છે. તમામ ગામ સવારે ૭ થી ૨  વાગ્યા સુધી ચાલુ  રહેશે. ૨ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો  નિર્ણય લીધો છે. ચરાડવા ગામમા એક કેસ કોરોના પોઝિટિવ આવતા અન્ય લોકો આ કોરોના બિમારીમાં ના સપડાઈ તે માટે ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે  નિર્ણય લઈને સવારે ૭ થી ૨ વાગ્યા સુધી બજાર ચાલુ  અને ત્યારે બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમ ચરાડવા ગામના સરપંચ પ્રવિણભાઇ સોનગ્રા દ્વારા જણાવેલ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat