Billboard ad 1150*250

હળવદ : અનાજ કરિયાણા તથા મેડીકલ સ્ટોર સંચાલકોએ માનવતા નેવે મૂકી: ખુલ્લેઆમ લૂંટ

0 230
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વૈશ્વિક મહામારી ની બીમારી ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ ત્યારે હળવદ ના અમુક વેપારીઓ કાળા બજાર કરેછે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્ર્વિક મહામારી પ્રત્યે ચિંતા વ્યકત કરીને ભારતને એકવીસ દિવસ સુધી lockdown જહેર કર્યું છે ત્યારે પ્રજાને આવશ્યક ચીજવસ્તુ માટે છૂટી આપે છે, લોકોને કોઇપણ જાતની તકલીફ પડવાની નથી, બધી વસ્તુઓ જરૂરિયાતમાં મુજબ મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ,ત્યારે હળવદના અમુક અનાજ કરિયાણાના વેપારીઓ માનવતા નેવે મૂકીને કાળાબજાર કોય ની બીક રાખ્યા વગર ખુલ્લેઆમ કરી રહયા છે,

એક જ દીવસ માં તેલના ડબ્બામાં 150થી 200 ભાવ વધારો કરી દવેમાં આવ્યો છે, બીજી વસ્તુ માં પણ પોતાની મરજી મુજબ ભાવ લય રહયા છે સરા રોડ પર આવેલ દુકનદારે તેલના ડબ્બા આજે 1ડબ્બે 150/200 ભાવ વધારો લીધો હતો, હળવદ મેડિકલ સ્ટોરમાં માસ અને સેનિટાઈઝરનુ ખુલ્લે આમ કાળા જાર કરી રહયા છે, માસના 20 રૂપિયા થી લય ને 50સુધી ના ભાવ લેવા મા આવે છે, જયારે સેનિટાઈઝરન 100 એમ એલ ના 140થી 170 સુધી લેવા આવે છે જરૂરિયાત ના કારણે આમ પ્રજા લુટાઈ રહી ,સુધી ખુલ્લેઆમ લેવામાં આવી રહ્યા છે,હળવદની પબ્લિક ખુલ્લેઆમ લૂંટાઈ રહી છે આવા વેપારીઓને તંત્ર દ્વારા પાઠ ભણાવવામાં આવે તેવી પ્રજા ની માગણી ઉઠવા પામી છે, આ બાબતે હળવદ વેપારી મહામંડળ ના પ્રમુખ વિનોદભાઈ પટેલ તેમજ હળવદ મામલતદારને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે,

આ બાબતે વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ દ્વારા અનાજ કરિયાણાના વેપારીઓને જણાવવામાં આવે છે કે હળવદ ની જનતા દ્વારા અનાજ કરિયાણાના વેપારી વિરુદ્ધ કાળા બજારી કરવાની ફરીયાદ આવેલી છે, આ બાબતે હળવદ મામલતદાર વી, કે, સોલંકી ને જાણ કરતા મામલતદાર રે હળવદ વેપારી મહામંડળ ને જણાવેલ કે કે કોઇપણ વેપારી કાળી બજારી કરતા પકડાશે તો તેની દુકાનને સીલ કરી દેવામાં આવશે,પછી કોયપણ ચમરબંધી હશે તોય તને બકસવામાં નહી આવે, તો આવું કોઈ પણ વેપારી અનાજ કરિયાણાના, મેડીકલ સ્ટોર, દુધ વાળા, કાળા બજાર કરતા ઝડપાસે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેમાં એસોસિયેશન કોઈ પણ જવાબદારી રહેશે નહીં,તત્રં દ્રારા દુકાન સીલ કરવામાં આવશે,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat