હળવદ પોલીસ વાનને નડ્યો અકસ્માત, પીઆઈ સહીત ચારને ઈજા

હળવદ પીઆઇ અને પોલીસ જવાનો રાત્રીના હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે વેળાએ મોરબી ચોકડી નજીક પોલીસની વાનને અકસ્માત નડયો હતો અને અકસ્માતમાં પીઆઇ સહિત ચાર પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.જેથી તેઓને સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

બનાવ માહિતી મુજબ મોડીરાત્રીના હળવદ પી.આઈ દેકાવાડીયા,યોગેશ દાન ગઢવી,દેવુભા ઝાલા અને હુસેનભાઇ હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરબી ચોકડી નજીક આઈસર ચાલકે પોલીસ વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.પી.આઈ દેકાવાડીયાને અને અન્ય એક પોલીસ જવાન દેવુભાઈ ઝાલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે યોગેશદાન ગઢવીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે હુસેન ભાઈ ને ફેક્ચર થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Comments
Loading...
WhatsApp chat