મોરબી જીલ્લા મહિલા દૂધ સંઘના પ્રમુખ તરીકે હંસાબેન વડાવીયાની બિનહરીફ વરણી

0 42
Above Post Content

મોરબી જીલ્લો બન્યા બાદ મોરબી જીલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી જેના પ્રમુખ તરીકેનો કાર્યભાર હંસાબેન મગનભાઈ વડાવીયા સાંભળી રહ્યા હોય અને આજે જીલ્લા મહિલા દૂધ સંઘની પ્રથમ ચુંટણી મામલતદાર સુમરા અને જીલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી

Middle Post Content

જેમાં પ્રમુખ તરીકે હંસાબેન વડાવીયા બિનહરીફ વરણી પામ્યા છે જયારે ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન કડીવાર પણ બિનહરીફ ચૂંટાયા છે અને સમગ્ર બોડી બિનહરીફ વિજેતા થઇ છે રાજ્યની પ્રથમ દૂધ મહિલા સંઘમાં પ્રથમ વખત ચુંટણી યોજાઈ હતી જેમાં અગાઉ પ્રમુખનો કાર્યભાર સંભાળતા હંસાબેન વડાવીયા બીજી વખત પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે

ત્યારે નવી ચૂંટાયેલી બોડીને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત સરકારના સ્ત્રી સશક્તિકરણ અભિયાન અને મહિલા રોજગારી અભિયાનને મહિલા દૂધ સંઘ આગળ વધારી રહ્યા છે જે આવકારદાયક છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat