Billboard ad 1150*250

મોરબી : જન્મદિવસની ખુશી બાદ ગમગીની છવાઈ, લાલપર નજીક ગોઝારો અકસ્માત

0 177
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના લાલપર નજીક મોડી રાત્રે ડમ્પર ચાલકે રીક્ષા ને હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત ત્રણના મોત નિપજયા હતા જ્યારે એક ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે અને અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો

બનાવની મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર ગામ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા આંચલભાઈ અરવિંદભાઈ કુસવાહ ( ઉ.વ.29) વાળનો ગઈકાલ જન્મદિવસ હતો જેથી મોરબીના વિશિપરમાં રહેતા તેના બે સંબધી અરુણભાઈ વિરેન્દ્રસિંહ કુસવાહ  ( ઉ.વ.18) અને દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ કુસવાહ ( ઉ.વ.10) વાળઓ  જન્મદિવસ માટે લાલપર તેની ફેકટરી ગયા હતા અને જન્મદિવસ ઉજવણી બાદ બને ભાઈઓને હાઇવે પર અચલભાઈ મુકવા માટે રાત્રે આવ્યો હતો એક રીક્ષા વાંકાનેર તરફથી આવતી હતી જે રીક્ષા ઉભી રાખી તેમાં બને ભાઈઓ બેઠા ત્યારે અચાનક એક ડમ્પર આવી ધડાકાભેર રીક્ષા સાથે અથડાયો જેમાં રીક્ષા ડ્રાઈવર  મહેબૂબભાઈ બાવાશાહ કાદરી રહે વાંકાનેર વાળો તેમજ, જેનો જન્મદિવસ હતો તે અચલભાઈ અને દિવ્યરાજસિંહ સહિતના ત્રણ મોત નિપજયા હતા અને અરુણભાઈ ગભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અકસ્માતમાં ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસના આઈ.ટી.જામ અને ઋતુરાજસિંહ જાડેજા સહિત સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat