Billboard ad 1150*250

દેશને ચૂંટણી ખર્ચમાંથી બચાવવા તમામ ઉમેદવારોની જાહેર હરાજી કરાવો

0 113
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ધારાસભ્યોની ખરીદી મામલે ચુંટણી કમિશ્નરને પત્ર

        હાલ રાજ્યમાં રાજ્યસભા ચુંટણી માટે ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી રહી હોય અને રાજકારણ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે ત્યારે દેશને ચુંટણી ખર્ચમાંથી બચાવવા તમામ ઉમેદવારોની જાહેરમાં હરાજી કરાવવાની માંગ કરી છે

        મોરબીના રમેશભાઈ રબારીએ દેશના ચુંટણીપંચને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યસભા ચુંટણીમાં રાજકીય પક્ષો ધારાસભ્યોની ખરીદી કરે છે અને સત્તા મેળવવા નિમ્ન કક્ષાના રાજકારણ રમાઈ રહ્યા છે રાજકારણીઓ સરેઆમ બંધારણનો ભંગ કરે છે અને લખલૂંટ નાણાનો ખર્ચ કરાય છે

ત્યારે હવે ચુંટણીને સ્થાને વિધાનસભા તેમજ લોકસભા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે તમામ પક્ષના ઉમેદવારોની જાહેર હરાજી રાખી જે પક્ષનો ઉમેદવાર મોટી રકમ આપે તેને ચુંટાયેલ જાહેર કરવો અન્યથા પ્રજાદ્રોહ કરે મનમાની કરતા લોકો કાબુમાં આવશે નહિ અને સંવિધાન બચશે નહિ.

ચુંટણીપંચ જો ખરીદવેચાણ બંધ ન કરાવી શકતું હોય અને કોઈપણ જાતના પગલા ના લઇ શકતું હોય તો ચુંટણીપંચે ઉમેદવારોની જાહેર હરાજીની અમલવારી અંગે વિચારવું જોઈએ તેવી માંગ કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat