Billboard ad 1150*250

ઇન્દોરના ટાયર લે વેચ કરતા વેપારી સાથે કેવી રીતે કરી છેતરપીંડી, જાણો…

0 78
Above Post Content

ટ્રક ચાલક, તેના ભાઈ અને અન્ય ત્રણ સામે પોલીસ ફરિયાદ

        ઇન્દોરના વેપારી કચ્છમાં ટાયરની ખરીદી માટે આવ્યા હોય જ્યાંથી આવતી વેળાએ રસ્તામાં ટ્રક ચાલક અને તેના મળતિયાઓ વેપારીના ખરીદી કરેલા ટાયર ઓળવી જતા ભોગ બનનાર વેપારીએ માળિયા પોલીસમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે

Middle Post Content

        મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી ગુલામમહોમદ અબ્દુલ મસ્જીદ શેખ નામના વેપારીએ માળિયા પોલીસમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં વેપારીના જણાવ્યા અનુસાર તે ગાંધીધામ, ભુજ અને અંજારથી જુના ટાયર ખરીદી કરી વેચવાનો ધંધો કરતા હોય ગત તા. ૦૫-૦૨ ના રોજ તેના મિત્ર વિશાલભાઈ સાથે કચ્છ ટાયર ખરીદી માટે આવ્યા હતા જેને જુના ટાયર ૧૦૦૦ *૨૦ ના કીમત રૂ ૪૪,૧૦૦ ખરીદી કરી ટ્રક નં આર જે ૪૬ જીએ ૧૧૪૨ ના ટ્રક ચાલક ગંગારામ સાથે ઓળખાણ કરાવી અને ૩૫૦૦૦ ટ્રક ભાડું નક્કી કરી ૧૫૦૦૦ એડવાન્સ ચૂકવ્યા હતા અને ટ્રક તા. ૦૯-૦૨ ના રોજ ટ્રકમાં લોડ કરી ઇન્દોર જવા નીકળ્યા હતા

જેમાં બીજી ટ્રકમાં લાકડા ભરી આવેલ ગંગારામના ભાઈની ટ્રકમાં ગંગારામના કહેવાથી ૧૦,૦૦૦ નું ડીઝલ ભરાવી દીધું હતું અને બાદમાં ટ્રકના ચાલકે ટ્રક અદલાબદલી કરી હતી અને હાઈવે પર સ્વીફટ કારમાં આવેલા ત્રણ ઇસમોએ ટ્રકનો હપ્તો ભરવાનો બાકી હોય જેથી ટ્રક જપ્ત કરી લીધાનું જણાવ્યું હતું જોકે ગંગારામે તમારા ટાયર મળી જશે તેવી ખાતરી આપી હતી પરંતુ તેના જુના ટાયર પહોંચાડ્યા ના હતા જેથી વેપારીએ ટ્રક નં આર જે ૪૬ જીએ ૧૧૪૨ ડ્રાઈવર ગંગારામ અને ગંગારામનાં ભાઈ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં જુના ટાયર કીમત ૪૪,૧૦૦, ટ્રક ભાડાના એડવાન્સ ૧૫૦૦૦ અને ૧૦,૦૦૦ ડીઝલ ભરાવી આપ્યા સહીત ૬૯,૧૦૦ ની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat