Billboard ad 1150*250

દાંતની જાણવણી કેવી રીતે કરવી, ઉમા સંકુલમાં માર્ગદર્શન સેમીનાર

0 107
Post ad 1

મોરબીના સામાકાંઠે આવેલી ઉમા વિધા સંકુલમાં બાળકોને અભ્યાસ સાથે રમત ગમત જેવી પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસના પ્રયાસ કરવામાં આવે છે અને વિવિધ જાગૃતિ સેમીનાર યોજાતા રહે છે જેમાં આજે બાળકોને દાંતની જાળવણી અંગે માર્ગદર્શન આપવા સેમીનાર યોજાયો હતો આજની નવી પેઢીમાં દાંત અને પેઢાના દુખાવા, દાંતમાં લોહી નીકળવું, દાંતમાં ક્ષાર જમા થવો, દાંત પીળા પડી જવા વગેરે અંગે સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપવા માટે મોરબીના ઉમા વિદ્યા સંકુલ ખાતે સેમીનાર યોજાયો હતો

Post ad 2

જેમાં મોરબીના ડૉ. પ્રમિત ભોરણિયા દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે તેમની ડેન્ટિસ્ટ ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જેમને ઉમા વિદ્યા સંકુલના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના દાંતનું ફ્રી ચેકઅપ કર્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને નિયમિત દાંતની સફાઈ કરવા અંગે સંકલ્પ લેવડાવ્યા હતા નિષ્ણાંત ડોકટરોની ટીમે આપેલ માર્ગદર્શન અને સહયોગ બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયાએ ડોકટર અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat