Billboard ad 1150*250

પોલીસની માનવતા, મોરબીના ટ્રાફિક જવાને અશક્ત વૃધ્ધાને ગોદમાં ઉઠાવી કરી મદદ !

0 115
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        પોલીસ પ્રજાનો મિત્ર છે અને પ્રજાની સેવા માટે પોલીસ કાર્યરત હોય છે છતાં અમુક કિસ્સાઓને પગલે પોલીસ પ્રત્યે લોકોમાં નેગેટીવ ઈમેજ જોવા મળતી હોય છે અને બધા પોલીસને એક ત્રાજવે તોલવામાં આવે છે ત્યારે મોરબીના એક ટ્રાફિક પોલીસ જવાને અશક્ત વૃદ્ધાને પોતાની ગોદમાં ઉઠાવીને અનોખી મદદ કરી હતી

        મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ફરજ બજાવતી હોય છે ટ્રાફિકથી ધમધમતા પોઈન્ટ પર સતત વાહનોની અવરજવરને પગલે ટ્રાફિક નિયમન કામગીરી બહુ વિકટ બની રહે છે છતાં ટ્રાફિક જવાનો તડકો, ટાઢ-તાપ જોયા વિના ટ્રાફિક કામગીરી કરે છે આવી સતત થાક લાગે તેવી કામગીરી કરતી વેળાએ પણ પોલીસની અંદરનો માણસ મરતો નથી તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું મોરબી જીલ્લા પોલીસ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રાજેશભાઈ પઢીયાર સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે ડ્યુટી નિભાવી રહ્યા હોય ત્યારે એક અશક્ત વૃધ્ધા પર તેની નજર પડી હતી જે ચાલી સકે તેમ ના હોય અને ધસડાઈને ક્યાંક પહોંચવા મથામણ કરી રહ્યા હોય ત્યારે પોલીસ જવાન રાજેશભાઈ વૃધ્ધાની મદદે દેવદૂત બની પહોંચ્યા હતા અને અશક્ત વૃધ્ધાને પોતાની ગોદમાં ઉઠાવી મદદ કરી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી હતી  

Comments
Loading...
Share This
WhatsApp chat