Billboard ad 1150*250

સખ્તાઈ દેખાડતી પોલીસમાં માનવતા હજુ જીવે છે : મોરબીમાં પોલીસે ઝૂપડપટ્ટી વિસ્તારમાં બિસ્કીટ વિતરણ કર્યું

0 208
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હાલ કોરોના હાહાકાર વચ્ચે સરકારે જયારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ખોરાકના અભાવે પરેશાન ના થાય તેવા હેતુથી મોરબીમાં પોલીસ અને નાગરિકોએ ઝુપડપટ્ટીમાં વસતા ગરીબોને બિસ્કીટ પેકેટનું વિતરણ કર્યું હતું

        પોલીસની ઈમેજ આમ તો સામાન્ય નાગરીકોમાં ખરડાયેલી જોવા મળે છે પોલીસની સખ્તીથી નાગરિકોમાં રોષ જોવા મળે છે જોકે કોરોના હાહાકાર વચ્ચે પોતાની જાનની પરવા કર્યા વિના પોલીસ ટીમો તૈનાત છે અને લોકડાઉનનો અમલ કરાવી રહી છે તો પરિવારને છોડી તેઓ હાલ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને થોડી સખ્તીની લોકો ફરિયાદ કરતા હોય છે જોકે પોલીસની અંદરનો માણસ ક્યારેય મરતો નથી અને કામના ભારણ વચ્ચે પણ તેની અંદરની માનવતાના દર્શન આજે મોરબીમાં થયા હતા જેમાં પોલીસે નાગરિકો સાથે મળીને ગરીબોને બિસ્કીટના પેકેટ આપ્યા હતા

        મોરબીમાં એક મહિલા દર્દીને પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચાડી બી ડીવીઝન પોલીસે માનવતાનું કાર્ય કર્યું હતું તો હવે પોલીસે ગરીબોને બિસ્કીટ પેકેટ વિતરણ કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમ તેમજ મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટી, વૃંદાવન હાઈટ્સ એપાર્ટમેન્ટના સભ્યો પણ પોલીસ સાથે જોડાયા હતા અને પુલ નીચે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબોને બિસ્કીટ પેકેટ વિતરણ કર્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat