મોરબીની સિવિલ હોસ્પિટલમાં મહિલાઓએ મર્યાદા નેવે મૂકી દીધી, અપશબ્દોનો વરસાદ

0 185
Above Post Content

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ મળતી ના હોય અને દર્દીઓ હોસ્પિટલ કામગીરીથી સંતુષ્ટ ના હોય જેથી રોષ ઠાલવતા જોવા મળે છે જોકે આજે સિવિલ હોસ્પિટલમાં મહિલા કર્મચારી અને દર્દી વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મહિલાઓએ જાહેરમાં અપશબ્દોનો વરસાદ વરસાવતા સૌ કોઈ સ્તબ્ધ જોવા મળ્યા હતા

Middle Post Content

મોરબીની સિવિલ હોસ્પિટલમાં બપોરે એક મહિલા કર્મચારી અને મહિલા દર્દી વચ્ચે બોલાચાલી થઇ હતી જોકે બોલાચાલી ક્યાં મામલે થઇ તે સત્તાવાર જાણવા મળ્યું નથી પરંતુ મહિલા કર્મચારી અને દર્દી વચ્ચેની બોલાચાલી બાદ અપશબ્દો વરસ્યા હોવાનું હોસ્પિટલના આધારભૂત સૂત્રો જણાવી રહયા છે તેમજ મહિલાઓએ મર્યાદા નેવે મૂકી દીધી હોય જેથી સમગ્ર હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં આ મુદ્દો ખુબ ચર્ચાયો હતો

Inside Post Content
Comments
Loading...
Share This