Billboard ad 1150*250

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્નોત્સવ સંપન્ન

0 55
Post ad 1

દીકરીઓને હેલ્મેટ અને તુલસીક્યારો આપી નવો ચીલો ચાતર્યો

        મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં ૧૮ જયારે થાનમાં ૧૩ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્નમાં દીકરીઓને હેલ્મેટ તેમજ તુલસી ક્યારો આપીને સમાજને નવી રાહ ચીંધી છે  

        મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના ૩૩ માં સમૂહ લગ્ન યોજાયા હતા સાથે જ થાન ખાતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડાનાર તમામ દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટસ્વરૂપે આપવામાં આવી હતી જેમાં દાગીના ઉપરાંત સરકારે હેલ્મેટ ફરજીયાત કર્યું હોય જેથી હેલ્મેટ અને તુલસીક્યારેઓ તેમજ ભાગવત ગીતા પણ ભેટ સ્વરૂપે આપી હતી સાથે જ તમામ દીકરીઓને ૫ હજાર એકસોની ફિક્સ ડીપોઝીટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી  

Post ad 3

        સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીવચન પાઠવવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબીમાં સમુહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ગોકળભાઈ અંણદાભાઈ ભોરણીયા , પ્રવીણભાઈ વારનેશિયા અને થાનમાં અમરશીભાઈ અંદોદરિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat