Billboard ad 1150*250

મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોએ વૈદિક યજ્ઞ કરીને વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવ્યો

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પંચાસર રોડ પર જેપુરના સ્વ. મહાદેવબાપા સાણજા પરિવારના ભરતભાઈ મહાદેવભાઈ સાણજા દ્વારા આજે મનોદિવ્યાંગ બાળકો માટે વૈદિક યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો અને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Post ad 3

        મોરબીના પંચાસર રોડ પર આવેલ નોબેલ ટાઈલ્સના ભરતભાઈ મહાદેવભાઈ સાણજાએ મનોદિવ્યાંગ બાળકો માટે જગ્યાની ફાળવણી કરી ઉદારતાનું કાર્ય કર્યું હોય જેથી દિવ્યાંગ સેવા મોરબી કેન્દ્રના વિજયભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે વૈદિક યજ્ઞ કરીને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

તે ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે જગ્યાની પણ ફાળવણી સેવાભાવીએ કરી હોય જે સ્થળે દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ કરાશે અને વાલીઓમાં જાગૃતતા ફેલાવવા માટે પેરેન્ટ્સ મીટીંગ પણ યોજાશે  

        ઉલ્લેખનીય છે કે વર્ષ 1976 માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં નક્કી થયું કે 1981 નાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વર્ષ તરીકે ઉજવવું અને 1976 થી 1981 ના વચ્ચે પાંચ વર્ષમાં તેની તૈયારીઓ કરાઈ હતી ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ , અધિકારો , અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે હેતુથી 1992 માં ફરી યુનાઇટેડ નેશન દ્વારા 3 જી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યારથી દર વર્ષે 3 ડિસેમ્બર ના દિવસે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat