Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ૭ અને ૧૦ વર્ષ જુના રોડ રીસરફેસ કરવા દરખાસ્ત કરાશે

0 36
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

જીલ્લા પંચાયત પ્રમુખે ધારાસભ્યોને પત્ર લખ્યો

        મોરબી જીલ્લામાં સાત વર્ષ જુના રસ્તાઓને રીસરફેસ કરવા તેમજ ૧૦ વર્ષ જુના નોન પ્લાન રસ્તાઓને રીસરફેસ કરવા સહિતની દરખાસ્તો મંગાવવામાં આવી હોય જે અંગે જીલ્લા પંચાયત પ્રમુખે જીલ્લાના ધારાસભ્યોને પત્ર પાઠવ્યો છે

        મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી-માળિયા, ટંકારા-પડધરી, વાંકાનેર, ધ્રાંગધ્રા અને કાલાવડના ધારાસભ્યોને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે સાત વર્ષ જુના પ્લાન રસ્તાઓને રીસરફેસ કરવા, ૧૦ વર્ષ જુના નોન પ્લાન રસ્તાઓને રીસરફેસ કરવા, કોઝવેના સ્થાને પુલ, પ્લાન રસ્તાઓને પહોળો કરવાની કામગીરી બાબત સરકારમાં દરખાસ્ત થયેલ છે જે દરખાસ્ત અન્વયે કાર્યપાલક ઈજનેર (બાંધકામ) જીલ્લા પંચાયત મોરબીને કામોની અગ્રતા અંગે મત વિસ્તારના રેડીરેફરન્સ સાથે સામેલ રાખી લેખિતમાં રજુ કરવા જણાવ્યું છે જેથી મંજુરી ઝડપથી હાથ ધરી સકાય તે માટે કામને ટોચ અગ્રતા આપવાની અપીલ કરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat