Billboard ad 1150*250

મોરબીમાં ગરીબ બાળકોએ મોંઘી કારમાં જોય રાઈડની મોજ માણી, Video

0 78
Above Post Content

વાત્સલ્ય ડે તરીકે ઉજવણી કરી બાળકોને કરાવી જોય રાઈડ

        આજે વેલેન્ટાઈન ડેના દિવસે યુવા હૈયાઓમાં અનેરો જોશ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ત્યારે મોરબીની સંસ્થાઓ અને ઉદ્યોગપતિ યુવાનોએ વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય ડે તરીકે ઉજવ્યો હતો જેમાં ઉદ્યોગપતિ યુવાનોએ પોતાની બીએમડબલ્યુ, ઓડી, મર્સિડીઝ જેવી મોંઘીઘાટ કારમાં સરકારી પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને જોય રાઈડ કરાવી હતી

Middle Post Content

લક્ઝરી કારોમાં બેસવાનું જે સામાન્ય પરિવારના બાળકોનું સ્વપ્ન હોય છે તેવી મોંઘીઘાટ કારમાં બાળકોને શહેરભર માં ફેરવ્યા હતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના અનેરા કાર્યક્રમમાં મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતનભાઈ જોષી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને દેવેનભાઈ રબારી સહિતના અગ્રણીઓએ લીલી  ઝંડી બતાવી જોય રાઈડને પ્રસ્થાન કરાવ્યું હતું તો મોરબીના ઉદ્યોગપતિ યુવાનોએ બાળકોને શહેર આખામાં લાંબી ચક્કર મરાવી હતી તો જોય રાઈડ દરમિયાન બાળકોને ખુબ મજા કરી હતી અને બુમો લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી જોય રાઈડ સંપન્ન થયા બાદ બાળકોને ભાવતા ભોજનીયા કરાવી મોરબીના યુવાનો અને સંસ્થાઓએ વેલેન્ટાઈન ડેની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat