Billboard ad 1150*250

મોરબીમાં ભરબપોરે ઓફિસમાં મેનેજરને બંધક બનાવી ૮ લાખથી લુટ

0 135
Post ad 1

Post ad 2

મોરબીમાં લુંટ, હત્યા અને ચોરીના બનાવનો આમ બનતા જાય છે ત્યારે મોરબીના પોસ વિસ્તારમાં ભર બપોરે ત્રણ શખ્સોએ બિલ્ડરની ઓફિસમાં ધુસીને મેનેજરને બંધક બનાવીને ૮ લાખની લુટ કરી નાશી ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીમાં દિનપ્રતિદિન ક્રાઈમના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીવાસીઓમાં આવા બનાવને લઈને ભયનો માહોલ ફેલાયો રહે છે એવામાં મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શાંતિલાલ મણિયાર (ઉ.૬૩) વાળા ઉમા ટાઉનશીપના વિનાયક એપાર્ટમેન્ટના પહેલ માળે આવેલ વૈભવ-રોયલ હાઈટ્સ નામની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય ત્યારે બપોરના સુમારે કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મેનેજર શૈલેષભાઈને મોઢાના સેલોટેપ થી મોઢું બંધ કરી કપડાથી બાંધી ઓફીસના બાથરૂમમાં પૂરી દઈને ઓફીસના ખાના રાખેલ ૮ લાખની લુટ કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈ મણિયારે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોંઢિયાએ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચલાવી શહેરમાં નાકાબંધી કરી લુટારુઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે તો લૂંટની ઘટનાની જ્યાં બની છે ત્યાં એસ.પી. કચેરી અને બી ડિવિઝન નજીક છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat