Billboard ad 1150*250

દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં મોરબી આઈએમએ દ્વારા કલેકટરને આવેદન

0 86
Above Post Content

        ઈ કોમર્સ દ્વારા ગેરકાયદેસર દવાના વેચાણનો ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આજે વિવિધ સ્થળે રેલી અને આવેદનના કાર્યક્રમ વચ્ચે મોરબી આઈએમએ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

Middle Post Content

        ઇન્ડિયન મેડીકલ એસોના હોદેદારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગેઝેટ નોટીફીકેશનથી ઓનલાઈન દવા વેચાણ માટેના નીતિ નિયમો બહાર પડેલ છે તેની સામે વાંધાઓ માંગવામાં વેલ છે ત્યારે આજના દિવસે ચાલી રહેલ દવાઓના ઓનલાઈન વેચાણને કાયદાકીય મંજુરી નથી અને તેથી જ ઓનલાઈન વેચાણ થતી દવાઓ, ઓનલાઈન ઓર્ડર સામે ટ્રાન્સપોર્ટ થતી દવાઓ, ઓનલાઈન વેચાણની જાહેરાત આ સર્વે ગેરકાયદેસર છે જેથી આઈએમએ મોરબી શાખા દ્વારા માંગણીઓ કરવામાં આવી છે

જેમાં દવાના ઓનલાઈન ગેરકાયદેસર બિઝનેશમાં નાર્કોટીક્સ તથા સાયકોટ્રોપિક કન્ટેન્ટ અને હેબીટદોમિંગ ડ્રગ્સના ઓનલાઈન વેચાણમાં ખતરો રહેલ છે જેથી યુવાધન ગેરમાર્ગે દોરાઈ સકે છે તેમજ પ્રિસ્ક્રીપશન અને વેચાણ બાબતની અવિશ્વસનીયતા ઉભી થવાની શક્યતા છે જેથી વેપારીઓની જેમ જ ઓનલાઈન વેપારમાં કાયદાની મર્યાદામાં બંધાઈને ડ્રગ્સ એન્ડ એક્ટ મુજબ પ્રિસ્ક્રીપ્શન તથા ફાર્માસિસ્ટની હાજરીનું પાલન જરૂરી છે તેમજ એકને ગોળ તથા બીજાને ખોળ જેવી ભેદભાવભરી નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat