Billboard ad 1150*250

હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે કારખાનામાં વેકેશનથી રત્ન કલાકારોમાં રોષ,

0 141
Post ad 1

મોરબીમાં ડાયમંડ વર્કર યુનિયને આવેદન પાઠવ્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને આજે એક લાખથી વધુ રત્ન કલાકારો બેકાર છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

        ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રણમલભાઈ જીલરીયાની આગેવાનીમાં આજે સંસ્થા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હીરા ઉદ્યોગમાં આજે એક લાખથી વધુ રત્ન કલાકારો બેરોજગાર છે નોટબંધી, જીએસટી અને ડોલરની સામે રૂપિયાના ધોવાણને પગલે હીરા ઉધોગમાં દિવાળી વેકેશન બાદ ૩૦ ટકા  કારખાના ચાલુ થયા નથી તેમજ ચાલુ થયેલા કારખાનામાં પણ પગાર ઘટાડ્યો છે એવા સમ્મ્યે માલિકો દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે

જેથી રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી માલિકો દ્વારા જે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આગામી તા. ૧૫ સુધીમાં વેકેશન પરત નહિ ખેંચાય to તા. ૧૬ થી કલેકટર કચેરીએ ધરણા સહિતના વિરોધના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat