Billboard ad 1150*250

લોકરક્ષક ભરતીમાં સૌરાષ્ટ્રના રબારી-ભરવાડ અને ચારણ સમાજને અન્યાય

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ધારાસભ્યએ અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો

Post ad 3

        લોકરક્ષક દળ ભરતી ૨૦૧૮ માં અનુસુચિત જનજાતિ કેટગરીમાં સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ અને ચારણ સમાજને અન્યાય થયેલ છે જે મામલે મોરબીના ધારાસભ્ય દ્વારા રાજ્યના અધિક મુખ્ય સચિવને પત્ર પાઠવ્યો છે

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના અધિક મુખ્ય સચિવને પત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં રબારી, ચારણ, ભરવાડ સહિતના માલધારીઓને અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓને લોકરક્ષક દળની પરીક્ષામાં એસટી અનામત કેટગરીમાં ફોર્મ ભરવામાં આવેલ અને મેરીટ યાદીમાં જાહેર થયેલ

જેમાં રબારી, ચારણ અને ભરવાડ જાતિના ૧૦૧ ઉમેદવારોને પસંદગીમાં બાકાત રાખવામાં આવેલ છે આ ૧૦૧ ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેંચ દ્વારા આપેલ ચુકાદા અન્વયે આપવામાં આવેલ વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ તે રજુ કરેલ હોવા છતાં તેમજ જાતી પ્રમાણપત્રોની તપાસ કરતી વિશ્લેષણ સમિતિનો આખરી અહેવાલ આવ્યા પહેલા મેરીટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલ છે

        જેથી ચારણ અને ભરવાડ જાતિના મેરીટમાં આવતા ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે તપાસ કરાવીને મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોને પસંદગી યાદીમાં સમાવેશ કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat