Billboard ad 1150*250

મોરબી નગરપાલિકામાં વ્યવસાય વેરા વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

વેપારીઓને વ્યાજમાફી યોજનાનો લાભ લેવા અનુરોધ

        મોરબી નગરપાલિકા દ્વારા વ્યવસાયવેરો ભરવા માટે ઓગસ્ટ માસની મુદત આપવામાં આવ્યા બાદ વધુ આસામીઓ અને વેપારીઓ વ્યાજમાફીનો લાભ લઇ સકે તે માટે મુદતમાં વધારો કરવામાં આવ્યો છે

        મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા, વ્યવસાય વેરા અધિકારી આનંદ દવેની યાદીમાં જણાવ્યું છે કે વ્યવસાય કરતા આસામી/વેપારીઓને સરકારના પરિપત્ર મુજબ વ્યવસાયવેરો ભરવા માટે મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને તા. ૩૦-૦૯-૧૯ સુધીમાં વ્યવસાયવેરો ભરનારને સંપૂર્ણ વ્યાજમાફી આપવામાં આવશે જે વેપારી રજીસ્ટર નોંધ હશે તેને જ યોજનાનો લાભ મળશે તા. ૩૦-૦૯ બાદ વ્યવસાય વેરો ભરનાર પાસેથી પ્રતિમાસ ૧.૫ % લેખે વ્યાજ વસુલ લેવામાં આવશે જેથી સરકારની વ્યાજમાફી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat