Billboard ad 1150*250

સોનામાં આયાત ડ્યૂટી વધતા દાણચોરી વધશેઃ મગફળીનું જંગી વાવેતર

0 44
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કેન્દ્ર સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટીમાં ૨.૫ ટકાનો વધારો કરીને કુલ ૧૨.૫૦ ટકા કરી છે, જેને પગલે સોનાની આયાત પડતર વધી ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં સોનાની દાણચોરી વધે તેવી સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. દેશનો જ્વેલરી ઉદ્યોગ બજેટમાં ડ્યૂટી ઘટવાની આશા રાખતું હતું, પરંતુ ડ્યૂટીમાં વધારો થત્તા સરકાર સામે આક્રોશ વધ્યો છે. ઘરઆંગણે સોનું રૂ.૩૫,૦૦૦ની નજીક અથડાય રહ્યું છે. ઊંચા ભાવથી નફારૂપી વેચવાલીથી લોકો સોનું વેચવા માટે નીકળ્યાં છે,પરિણામે હવે બજારમાં ઘરાકી નથી. વૈશ્વિક ભાવની તુલનાએ ભારતીય સોનું રૂ.૩૦૦૦ સસ્તુ મળે છે.

Post ad 2

એગ્રી કોમોડિટી બજારોની વાત કરીએ તો વરસાદ અનેક વિસ્તારમાં હજી હાથતાળી આપી રહ્યો છે, પરિણામે જે વાવેતર થયા છે તેને પણ ખતરો અને જ્યાં વાવેતર નથી થયા ત્યાં પણ ખતરો છે. આવી સ્થિતિમાં સરેરાશ ખેડૂતોને બે તરફ મુશ્કેલીઓ છે.

દરમિયાન મગફળીનાં વાવેતર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબજ સારા થયા છે. કપાસનાં વાવેતરની સ્થિતિ હજી નબળી છે. મગફળીનું વાવેતર ૬ જુલાઈ સુધીમાં દેશભરમાં ૮૦ ટકા વધીને ૧૫.૫૮ લાખ હેકટરમાં થયું છે. કપાસનાં વાવેતર ૧૬ ટકા ઘટીને ૪૫.૮૫ લાખ હેકટરમાં થયું છે.

મગફળીમાં સારા વાવેતરને પગલે સિંગદાણાનાં ભાવમાં વિતેલા સપ્તાહમાં ટને રૂ.૫૦૦૦નો ઘટાડો થઈ ચૂક્યો છે. કપાસનાં ભાવ અથડાય રહ્યાં છે.

મસાલા બજારમાં ધાણા-જીરૂની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. જીરૂનાં ભાવ રૂ.૧૭૦૦૦નીઉપર છે. એલચીમાં વિક્રમી તેજી છે અને ભાવ રિટેલમાં ભાવ પ્રતિ કિલો રૂ.૩૫૦૦ નજીક પહોંચી ગયાં છે. અમુક ક્વોલિટીમાં રૂ.૪૫૦૦ સુધીના પણ ભાવ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat