Billboard ad 1150*250

હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબેલા વૃદ્ધની NDRF ટીમ દ્વારા સઘન શોધખોળ, Video

0 120
Post ad 1

        હળવદના બ્રાહ્મણી ડેમમાં મંગળવારે બપોરે એક વૃદ્ધે ઝંપલાવ્યા બાદ તેની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો ના લાગતા એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે અને NDRF ટીમ દ્વારા સઘન સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે 

હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના પુલ નજીક ગઈકાલે

તા. ૧૨ ના રોજ બપોરના સુમારે ચરાડવા ગામના રહેવાસી જેરામભાઈ રવજીભાઈ ચૌહાણે ઝંપલાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતા શોધખોળ કરવામાં આવી હતી જોકે વૃદ્ધનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જીલ્લા અધિક કલેકટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રીના ટીમ આવી પહોંચી હતી

Post ad 2

        અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી રહી છે સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારીયા, જેરામભાઈ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે NDRF ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર, સબ ઇન્સ્પેકટર પવનકુમાર શુક્લ, એસઆઈ ઈન્જીનીયર ધરમપાલ, તેમજ હવાલદાર સંજયકુમાર અને પરમાર ભીમસિંહ સહિતની ટીમ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી હવે મૃતદેહ મળી આવશે તેવી આશા પરિવારને બંધાઈ છે

જુઓ NDRF ના સર્ચ ઓપરેશનનો વિડીયો…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat