મોરબીમાં આઈટી વિભાગની સઘન કાર્યવાહી, વધુ બે સિરામિક એકમોમાં સર્ચ ઓપરેશન

   આઈટી વિભાગના સર્ચ અને દરોડા કાર્યવાહીથી ભય અને ફફડાટ

        મોરબીમાં સિરામિક, પેપરમિલ અને ઘડિયાળ ઉદ્યોગ સહિતના ઉદ્યોગો મોટાપાયે વિકસ્યા છે ત્યારે ઉદ્યોગમાં થતી કરચોરી રોકવા માટે આઈટી, જીએસટી ટીમો સતત કાર્યવાહી કરી રહી છે જેમાં આજે મોરબીના બે સિરામિક એકમોમાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

        મોરબી સહીત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્ટેટ જીએસટી ટીમ દ્વારા ૨૩ સ્થળે કરેલી કાર્યવાહી અને તે પૂર્વે મોરબીના સિરામિક એકમોમાં આઈટીના વ્યાપક ઓપરેશન બાદ તાજેતરમાં મોરબીના બે પેપરમિલ એકમોમાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તો આજે સવારથી આઈટીની ટીમો મોરબીના બે સિરામિક એકમોમાં તપાસ ચલાવી રહી છે

        જેમાં આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી રોડ પર અને ઉંચી માંડલ નજીકની એમ બે સિરામિક ફેક્ટરીઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે  

Comments
Loading...
WhatsApp chat