મોરબીના રેલ્વે, પાલિકા અને ઓવરબ્રિજના પ્રશ્નો અંગે સાંસદ સમક્ષ રજૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બ્રિજેશ મેરજાએ સાંસદને પત્ર પાઠવી કરી રજૂઆત

        કચ્છના નવા ચૂંટાયેલા સાંસદ સમક્ષ ધારાસભ્યએ કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરીને પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ કરવામાં આવી છે

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક, મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા, મોરબી રાજકોટ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર, નજરબાગ રેલ્વે સ્ટેશનમાં સુવિધાઓ અને નટરાજ રેલ્વે ફાટકે ઓવરબ્રિજ બનાવવવા, વીસીફાટકે અન્ડરબ્રીજ બનાવવા ઉપરાંત નવલખી ફાટક, રફાળેશ્વર ફાટક અને ભક્તિનગર સર્કલે ફ્લાય ઓવર બનાવવાની માંગ કરી છે

        વધુમાં જણાવ્યું છે કે કચ્છના સાંસદ એક ટર્મ કામ કરી બીજી ટર્મ કામ કરવાની તક મળી છે ત્યારે મોરબી શહેરની પ્રજાની હાડમારી નિવારવા તેમજ વાહનોના ટ્રાફિકની ગીચ સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય પગલા ભરશે મોરબી અને માળિયા નગરપાલિકામાં પીવાના પાણીના અને ડ્રેનેજના કામો હાલ ચાલુ છે તે ધીમી ગતિએ થઇ રહ્યા છે રાજ્ય સરકારનું પાણી પુરવઠા તંત્ર વધુ સજાગ બને અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પ્રવર્તમાન ઉનાળાની પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બને તે પૂર્વે પીવાના પાણીનું આગોતરૂ આયોજન કરવાની દિશામાં નક્કર કાર્યવાહી કરવી ઇચ્છનીય છે  

Comments
Loading...
WhatsApp chat