Billboard ad 1150*250

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઘુનડા રોડ પરથી ઝડપાયો

0 309

મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના પેટલાવદ પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મોરબીના ઘુનડા રોડ નજીકથી ઝડપી લીધો છે

મધ્યપ્રદેશ પોલીસ ટીમ અપહરણના ગુન્હાના કેસની તપાસ અર્થે મોરબી આવી હોય જે ટીમ સાથે મોરબી પેરોલ ફર્લો સ્કવોડે અપહરણના આરોપીની તપાસ ચલાવી હતી જેમાં આરોપી સોહન પુનાભાઈ મુણીયા રહે પેટલાવદ તા. જાંબુઆ એમપી વાળો ઇસમ અને ભોગ બનનાર બંને મોરબીના ઘુનડા રોડ પર નવી બનતી સોસાયટી ખાતેથી મળી આવતા આરોપીને ઝડપી લઈને એમપી પોલીસને સોપવામાં આવ્યો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat